મોરબીના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાઈ ગયા

0
279
/

મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્યએ ઘડિયા લગ્ન કરવા લોકોને અપીલ કરી હતી અને તેમના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાનાર માટે લગ્નનું આયોજન અને તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.જે મુજબ તેમના નિવાસ સ્થાને જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા હતા.

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે.જે અંતર્ગત મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી હતી.જે મુજબ કાંતિભાઈ અમૃતિયાના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તો તેઓને જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.

મોરબી જિલ્લાના તમામ સમાજના કોઈપણ વ્યક્તિ ઘડિયા લગ્ન કરવા ઇચ્છતા હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કરેલ છે.આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે. તે મુજબ બંને પક્ષમાંથી 50 – 50 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવામાં આવે છે.જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં દશાશ્રીમાળી વણિકના પ્રમુખ પરેશભાઈ શાહ,સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપ-મોરબીના નીતિનભાઈ મહેતા,વૉર્ડ-7ના મનપા કાઉન્સિલર હીનાબેન મહેતા, વૉર્ડ-5ના મનપા કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.તથા નમો ઘડિયાળ આપી વર-વધુને આશીર્વાદ આપ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/