સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા રોષ

0
155
/

ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા તંત્રને કરાઈ રજૂઆત

મોરબી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં માટેલમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ચાલુ આરતીના સમયે ગમે ત્યારે વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ પ્રશ્ન અન્વયે પત્ર લખીને નાયબ ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.

        શ્રી ખોડીયાર મંદિર માટેલ દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડ ગ્રામ્ય વાંકાનેરના નાયબ ઈજનેરને પત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં વરસાદની મોસમ છે અષાઢી બીજના તહેવારો ટૂંક સમયમાં આવનાર છે. જોકે અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે જેથી આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં જ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે માટેલ ગામમાં આરતીના સમયે જ અથવા તો રાત્રીના સમય ગમે ત્યારે અચાનક વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ત્યારે યાત્રિકોને પણ પારિવારિક હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ ગામમાં ઘણી જગ્યા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પાવર આવતો હોય છે. તો માટેલ મંદિરને શા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અપાતો નથી તેવા સવાલો ઉઠાવીને પ્રશ્નનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/