હળવદ : બે કારના બારણા અને બોનેટમાં છુપાવેલા 192 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ચાર ઝડપાયા

0
184
/

દારૂની ખબર ન પડે તે માટે આરોપીઓ અનોખી તરકીબ અજમાવીને દારૂ છુપાવીને બેસણામાં જતા હોય તેમ સફેદ કપડાં પહેર્યા.. પણ ચકોર પોલીસે બુટલેગરોનો ખેલ ચોપટ કરો દીધો : હળવદ પોલીસ ફિલ્મી ઢબે પીછો કરીને રૂ 1 લાખનો દારૂ ભરેલી બે કાર સહિત કુલ રૂ.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને હળવદની સરા ચોકડી પાસેથી 192 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી બે કાર સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.જોકે આ દારૂની રેડમાં નવાઈની બાબત એ હતી કે ચાર શખ્સોએ પોલીસને દારૂની ગંધ ન આવે તે માટે બન્ને કારમાં બારણા અને બોનેટમાં દારૂ ફિટ કરીને છુપાવ્યો હતો અને પોલીસને જરાય ખબર ન પડે તે માટે કોઈ બેસણામાં જતા હોય તેમ સફેદ કપડાં પહેર્યા હતા.પણ પોલીસની ચકોર નજરે આ બુટલેગરોનો ખેલ ચોપટ થઈ ગયો હતો.

ળવદ પોલીસ મથકના પી આઇ સોલંકી અને સ્ટાફના મુનભાઈ કરોતરા, યોગેશદાન ગઢવી,નીતિનભાઈ પરમાર સહિતનાને બાતમી મળી હતી કે આઇ ટેવન્ટી અને રિકસ નામની બે કારમાં ગુપ્ત રીતે ઈંગ્લીશ દારૂ છુપાવીને હળવદ વિસ્તારમાં પસાર થવાની છે.આથી હળવદ પોલીસ સ્ટાફ હળવદની સરા ચોકડી પાસે વોચમાં ગોઠવાયો હતો તે સમયે આ બન્ને કાર નીકળી હતી.પણ પોલીસને જોઈ જતા કાર ચાલકે કાર ભગાવી મૂકી હતી.આથી હળવદ પોલીસે બન્ને કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધી હતી.બાદમાં પોલીસે બન્ને કારની તલાશી લેતા કરના બારણાંમાં સ્ક્રુ ફિટ કરીને તથા બોનેટમાં છુપાવેલો 192 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.

હળવદ પોલીસને કારના બારણામાં તથા બોનેટમાં ફિટ કરેલો દારૂ બહાર કાઢવા માટે ખાસ્સી જહેમત ઉઠાવી પડી હતી.પોલીસે 192 બોટલ દારૂ કિંમત રૂપિયા 1 લાખ તથા બને મોંઘીદાટ ગાડીઓ કિંમત રૂ.15 લાખ મળીને કુલ રૂ.16 લાખનો મુદામાલ સાથે કારમાં બેઠેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ચારેય શખ્સો હરિયાણાથી બેને કારમાં દારૂ ભરીને ગાંધીધામ જતા હતા.જોકે આ આરોપીઓ પોલીસને ખબર ન પડે તે માટે અનોખી તરકિબ અજમાવી હતી અને દારૂ કારના બારણાંમાં તથા બોનેટમાં ફિટ કરી દીધો હતો તેમજ કોઈ બેસણામાં જતા હોય તેમ ચારેય શખ્સોને સફેદ કપડાં પહેર્યા હતા.જોકે પોલીસને ચોક્કસ બાતમી હોવાથી આ બન્ને ગાડીઓનો ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીઓનો ખેલ ઉધો પાડી દીધો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/