અગાઉ પણ બે વખત આ મંડળે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો
હળવદ : વર્તમાન યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે હળવદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં તાલુકાના મયુરનગર ગામના “આહિર રાસમંડળ”એ જિલ્લામાં પ્રથમ નંબર મેળવી ગામનું તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.હળવદ તાલુકાના મયુરનગર ગામના “આહિર રાસ મંડળે” હળવદ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં અન્ય વિવિધ રાસ મંડળોએ પણ ભાગ લીધો હતો. જેમાં આહિર રાસ મંડળના રાસે સહું કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ મંડળે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગામ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ તકે આહિર રાસ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આ રાસ મંડળનો ઇતિહાસ બહુ જ જૂનો છે. આ રસ અમારા કુળમાં વણાયેલો છે. આ રાસ રા’નવઘણના સમયે બેન જાહલના લગ્નમાં પણ રમાયો હતો. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ આહીરો રાસ રમતા હતા અને એ જ પરંપરા આજે પણ આહીર સમાજ દ્વારા જાળવી રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે “મયુરનગર આહીર રાસ મંડળ” 1982માં દિલ્હીમાં રમી ચુક્યુ છે. તેમજ જુનાગઢ અને જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લઈ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી ચુક્યૂ છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide