હળવદ શહેરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ફાળવવામાં આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનનું વેચાણ કરવા માટેની પણ ગતિવિધિ શરુ કરવામાં આવી હતી દરમ્યાન આ કૌભાંડનો પર્દાફાશ સાંજ સમાચાર કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં સરકારી ચોપડે જમીન વેચાણની કાચી નોંધ પડેલ છે તેમાં જે ૧૭ વ્યક્તિના નામ નોંધાયેલા છે તે ૧૭ વ્યક્તિને હળવદના મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર કરેલ દબાણ દુર કરવા માટે થઈને નોટીસ આપવામાં આવી છે
મોરબી જિલ્લામાં થઇ ગયેલા દબાણોને દુર કરવામાં આવતા ન હોવાથી ભૂમાફીયાઓ હિમત દિન પ્રતિદિન વધી રહી છે જો કે, હળવદ શહેરમાં આવેલ સરકારી ખરાબાની કિમતી જમીનને પચાવી પાડવા માટે થઈને જે કારસો રચવામાં આવ્યો હતો તેનો પર્દાફાશ સાંજ સમાચાર કરવામાં આવ્યો હતો હળવદ તાલુકા મામલતદાર કચેરીની સામેના ભાગમાં જ થોડા વર્ષો પહેલા સરકારી ક્વાર્ટર બનાવવા માટે સરકારી ખરાબામાંથી જમીન ફાળવવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો હતો જો કે, કવાર્ટર બન્યા ન હતા જેથી કરીને સરકારી ખરાબાની જમીન ખુલ્લી પડી હોવાથી તેના ઉપર ભુમાંફીયાઓની નજર પડી હતી અને આ કીમતી જમીન પચાવી પાડવા માટે દબાણ કરી લેવામાં આવ્યુ છે અને આ સરકારી જમીનનું વેચાણ કરવા માટે થઈને હતીવીધી શરૂ કરી દેવામાં આવી હતી
જેથી કરીને હળવદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસુલ વિભાગના કર્મચારીઓ દ્વ્રારા સરકારી ચોપડે વેચાણ દસ્તાવેજની જે કાચી નોંધ પડી હતી તેની સામેં વાંધો લેવામાં આવ્યો હતો આ ઉપરાંત અન્ય એક પાર્ટી દ્વારા પણ વાંધા અરજી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, આ જમીન પચાવી પાડવા માટે રાજકીય આગેવાનો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને કેટલાક રાજકીય આગેવાનો આ દસ્તાવેજ થાય તેના માટે પ્રયત્નશીલ પણ હતા પરંતુ હાલમાં વાંધા અરજીઓ આવી હોવાથી હળવદ મામલતદાર દ્વારા કાચી નોંધમાં જે ૧૭ વ્યક્તિના નામ છે તેના નામ જોગ નોટીસ ઈશ્યુ કરીને સરકારી જમીન પરથી દબાણ દુર કરવા માટે કહેવા આવ્યું છે
જે ૧૭ વ્યક્તિને નોટીસ દેવામાં આવી છે તેમાં ભાસ્કરભાઈ ગુણવંતભાઈ રાવલ, પુષ્પાબેન હર્ષદભાઈ રાવલ, કમલેશભાઈ હર્ષદભાઈ રાવલ, અશ્વિનભાઈ હર્ષદભાઈ રાવલ, પ્રમોદભાઈ ગુણવંતભાઈ રાવલ, હરીશભાઈ ગુણવંતભાઈ રાવલ, રંજનબેન ગુણવંતભાઈ રાવલ, કોકીલાબેન ગુણવંતભાઈ રાવલ,તારાબેન ઉમિયાશંકર રાવલ, ગીરીશ ઉમીયાશંકર રાવલ, ચારુબેન ઉમીયાશંકર રાવલ, કૌશિકભાઈ ઉમીયાશંકર રાવલ, પ્રકાશ ઉમીયાશંકર રાવલ, મધુસુધન ઉમીયાશંકર રાવલ, અમીશ પ્રદ્યુમનભાઈ મહેતા, કેતુલ પ્રદ્યુમનભાઈ મહેતા અને કલ્પેશ પ્રદ્યુમનભાઈ મહેતાનો સમવેશ થાય છે અને સરકારી કવાર્ટર બનાવવા માટે જે જમીન ફાળવવામાં આવી છે ત્યાં કરવામાં આવેલ દબાણને જો દુર નહી કરવામાં આવે તો તમામની સામે હળવદ મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide