મોરબી ખખડધજ રોડ રસ્તાઓથી આમ જનતાના બુરા હાલ

0
82
/

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તાના કામ તેમજ રીપેરીંગ કામ માટે થઈને દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે તેમ છતાં વરસાદ દરમ્યાન મેઘરાજા રોડ રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખતા હોય છે જેના કારણે મોટાભાગના રસ્તા ઊબડખાબડ થઇ જાય છે અને દર્દીઓ, પ્રેગ્નેટ મહિલા તેમજ સિનિયર સિટીઝન સહિતના લોકોને આ ઉબડખાબડ રસ્તા ઉપરથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં પણ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લોકોની સમસ્યા ઉકેલાય તેના માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવતી નથી તે હક્કિત છે

આમ તો મોરબી નગરપાલિકાનો રાજ્યની એ ગ્રેડની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે પરંતુ મોરબી નગરના રોડ રસ્તા જોતાં આ નગરપાલિકાનો સમાવેશ ડી ગ્રેડમાં પણ ન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તેવું શહેરીજનો કહી રહ્યા છે શહેરના રવાપર રોડ ઉપર આવેલ પટેલ સોસાયટીમાં રહેતા વિભાબેન પટેલે કહ્યું હતું કે, આજની તારીખે મોરબી શહેરના હાર્દસમાન અને વન વે રસ્તાઓ ઉપર અડધો ફુટથી લઇને દોઢ ફૂટ સુધીના ખાડા પડી ગયા છે જેથી કરીને વાહન ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બની જાય છે અને આટલું જ નહીં ઘણી વખત વાહનોના નાના મોટા અકસ્માત થતા હોય છે જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો સહિતના અને નાનીમોટી ઈજાઓ પણ થતી હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા જાણે કે જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવામાં આવતી હોય તેવો ઘાટ હાલમાં મોરબી શહેરની અંદર જોવા મળી રહ્યો છે

મોરબી પાલિકા કચેરીની સામેના ભાગમાં જ આવેલ ગાંધીચોક સર્કલ પાસે હાલમાં ડાન્સિંગ કારની જેમ લોકોની કાર સહિતના વાહનો ડાન્સ કરતા રોડ ઉપરથી પસાર થતી હોય તેવા ખાડા રસ્તા ઉપર પડી ગયા છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ખાડાઓને પૂરવા માટેની કે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી નથી અને આવી જ પરિસ્થિતિ તખ્તસિંહજી રોડ, સનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા,માધાપરા સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે જોકે રોડ ઉપરની ખાડા દેખાય જ નહી તેવા ચશમા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાની આંખો ઉપર પહેર્યા છે જેથી કરીને રોડના કામમાં જેની પણ બેદરકારી હોય તેની સામે ભ્રષ્ટાચાર નિવારણની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે તેવી લાગણી સામાજિક આગેવાન સતીષભાઈ કાનાબારએ વ્યકત કરી હતી

શહેરના રવાપર રોડ ઉપર રહેતા જન્વીબેન પટેલે કહ્યું હતું કે, જુદા જુદા વિસ્તારોમાં આવેલ શાળાઓ સુધી પોતાનાં સંતોને મૂકવા માટે ઘણી માતાઓ પોતાના ટુ વ્હીલર સ્કુટર લઇને જતી હોય છે જો કે શહેરના રસ્તાઓ જેવા જોખમી બની ગયા છે માટે ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય તેવો ભય પણ મહિલાઓને સતાવતો હોય છે એટલું જ નહીં પરંતુ શહેરના રોડ-રસ્તા ઉપર જે ગાબડા પડયા છે તેના કારણે રાહદારીઓ નોર્મલી પોતાના વાહન લઈને પણ જો રોજિંદા રસ્તા ઉપરથી પસાર થાય તો તેઓને કમર અને સાંધાના દુખાવા થઈ જાય તેવી સ્થિતિનું મોરબીમાં નિર્માણ થઇ ગયું છે

મોરબી નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા નિયમિત રીતે પાલિકામાં ટેક્ષ જમા કરવામાં આવતો હોય છે જોકે પાલિકામાં ટેક્સ જેટલો ભરવામાં આવે છે તેના પ્રમાણમાં નજીવી પ્રાથમિક સુવિધાઓ મોરબીવાસીઓને મળે છે તેવી લાગણી મોરબીવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે કેમ કે કરોડો રૂપિયાનો ટેક્સ ભરવામાં આવે છે તેની સામે લોકોને સારા રોડ રસ્તાની પણ સુવિધા મળતી નથી જેથી કરીને શહેરના આવા ભંગાર ગ્રામ્ય વિસ્તારમાં પણ ન હોય તેવા રસ્તા એ ગ્રેડની નગરપાલિકાના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને લોકોને નાછૂટકે પોતાના શારીરિક દુખાવો વધી જાય તેવી શક્યતા હોવા છતાં પણ આ ભંગાર રોડ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે અને પોતાની મંઝિલ સુધી પહોંચવું પડતું હોય છે તેવું વિહિપના જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવીએ જણાવ્યું છે અને વધુમાં તેમને રોડ રસ્તાની સમસ્યા બાબતે રાજ્યના મુખ્ય મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી પહેલાં રાજ્યની અંદર છે આંદોલનનો માહોલ હતો તે પ્રવાહમાં રાજકીય કે પછી વહીવટી જ્ઞાન નથી તેવા ઘણા લોકો પાલિકામાં ચૂંટાઈ ગયા છે અને આ લોકો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામ કરવાના બદલે પોતાના અંગત હિત માટે ના કામોમાં વધુ ધ્યાન દેવું હોય છે તેવો આક્ષેપ મોરબીના રહેવાસી આપાભાઈ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે પોતાના સ્વાર્થને બાજુમાં મૂકીને લોકહિતને પ્રાધાન્ય આપતા હોય તેવા આગેવાનોને ચૂંટવામાં આવે તેવી વિનંતી પણ તેમના દ્વારા નગરજનોને કરવામાં આવી છે શહેરીજનોને સારા રોડ રસ્તાની સુવિધા આપવી તે પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓની પ્રાથમિક ફરજ છે પરંતુ તેઓ તેમની પ્રાથમિક ફરજને પણ પૂરી કરી શકતા નથી જેના કારણે શહેરના રસ્તા અને લોકો બન્નેની હાલત દયનીય છે જો કે, લોકોને આ ભંગાર રોડની પીડામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે જીલ્લાના કલેકટર દ્વારા કયારે કાર્યવાહી કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/