હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી

0
135
/

સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ

હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. ભારે વરસાદને પગલે 70 જેટલા વીજ પોલ ધારાશાયી થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.હળવદ તાલુકામા આ વર્ષે ચોમાસામા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસાદે ભારે આફત આવી છે. ત્યારે સોમવારે મોડી રાત્રે આકાશમાં કાળા વાદળો ધરાયેલા હતા. વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં હળવદ તાલુકાના કડીયાણા પંથકમાં સોમવારની રાત્રે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે કડીયાણા ગામના માલધારી ભરવાડ હમીરભાઈ કમાભાઈના વાડામા રાખેલ 125 જેટલા ઘેટા બકરા અને ચાર ભેસો પાણીમા તણાતા 90 જેટલા પશુઓઓ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા બનાવ ની જાણ ગામલોકોને ને ગામ ના આગેવાન અને સામાજિક કાર્યકર વિશાલભાઈ ત્રિવેદી અને પશુ માલિક હમીરભાઈ ભરવાડ કડીયાણા ગામના સીમ મા દોડી ગયા હતા. 125માથી 35 જેટલા ઘેટા બકરા બચાવી લેવાયા હતા.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/