મોરબીમાં લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાઈ ગયો

0
77
/

શિક્ષકોને ટ્રેનિંગનું પ્રમાણપત્ર અર્પણ કરાયા

મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગમાં જોડાયેલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.આ બે દિવસ વર્કશોપનું આયોજન સંપન્ન થયું હતું.

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવામાં આવી હતી.ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા ટ્રેનિંગ આપવામાં આવી હતી.ભારતના ભવિષ્યનું વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જે આયોજન સંપન્ન થયો છે.

TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા,રીજીયન ચેરપર્શન રમેશભાઈ રૂપાલા,ઝોન ચેરપર્શન તુષારભાઈ દફતરી,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,DEO બી.એમ.સોલંકી,સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અશોસિયેશનના પ્રમુખ મનોજભાઈ ઓગણજા,ક્રિષ્ના સ્કુલ પ્રમુખ ભરતભાઈ બોપલિય,સ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ બન્ને સ્કૂલના શિક્ષકોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આપી હતી.ટ્રેનિંગમાં જોડાયેલા 37 જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટ્રેનિંગમાં જોડાયેલા જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ સોલંકીભાઈએ શિક્ષકની સમાજમાં સકારાત્મક ભૂમિકા અને તેના દાયિત્વ વિશે ખૂબ સરસ માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.આ સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબી જિલ્લાની જુદી જુદી સ્કૂલોમાં ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ દ્વારા સારા શિક્ષકોનું નિર્માણ કરી તેના દ્વારા સંસ્કારી બાળકો,બાળકો દ્વારા સારો પરિવાર,સારા પરિવાર દ્વારા સારા સમાજ અને સારા સમાજ દ્વારા ઉત્તમ રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે.તેના માટે લાયન્સ કલબની સેવાને બિરદાવી હતી.મનોજભાઈ ઓગણજાએ જણાવેલ હતું કે શિક્ષકોએ સમાજમાં નિષ્ઠાથી ફરજ બજાવી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે.આ ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન ક્રિષ્ના સ્કૂલના આચાર્ય મનીષભાઈ ચરોલા દ્વારા કરવામાં આવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/