આણંદ : જિલ્લામાં શુક્રવારે નવા 89 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 831 પર પહોંચ્યો

0
61
/

આણંદ: હાલ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લા્માં ગઈકાલે શુક્રવારે નવા 89 કેસ નોંધાયા હતા. જ્યારે 125 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. હવે 831 એક્ટિવ કેસ રહ્યા છે.

આણંદ જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆતમાં કોરોનાના કેસમાં ઊછાળો નોંધાયા બાદ હવે ધીમે ધીમે કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં નવા 89 કેસ નોંધાયા હતા. 3078 લોકોનું ટેસ્ટિંગ કરાતા 89 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 831 થયો છે. ગઈકાલે 7623 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે જે કેસ નોંધાયા છે તેમાં આણંદ તાલુકામાં સૌથી વધુ 61 દર્દી નવા નોંધાયા છે. જ્યારે બોરસદમાં 5 ,ખંભાતમાં 7 ,પેટલાદમાં 12 , ઉમરેઠમાં 2, અંકલાવમાં 1 અને સોજીત્રામાં 1 જ્યારે તારાપુરમાં શૂન્ય કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની સંખ્યા હાલ ઘટતી જણાઈ રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 14869 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 13986 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.અત્યાર સુધી કોરોના કુલ 736399 ટેસ્ટ થયા છે. હાલ 20 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 3 તેમજ 18 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ 790 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.

ગઈકાલે 125 દર્દીઓ સાજા થયેલ છે.12 દર્દી ઓક્સિજન ઉપર અને 4 દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી ગત સપ્તાહે બે મોત નિપજ્યા હોઈ મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 52 નોંધાયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/