હળવદના ઢવાણાના પાટીયા પાસે અમદાવાદથી ભુજ જતી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત
હળવદ: હળવદમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી જેને કારણે અમદાવાદ-માળીયા હાઈવે પર ઢવાણા ગામના પાટિયા નજીક ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાન ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ વહેલી સવારે હળવદના ઢવાણા ગામના પાટિયા પાસે અમદાવાદથી ભુજ જતી ખાનગી ટ્રાવેલ્સ ગાઢ ધુમ્મસના કારણે ટ્રક પાછળ ઘુસી જતા ટ્રાવેલ્સમાં સવાર મનોજભાઈ નથુભાઈ પટેલ ઉંમર વર્ષ 36 રહે અમદાવાદને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide