હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો : બ્રાહ્મણી – 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા

0
141
/

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : મામલતદાર અને ટીડીઓની વરસાદની સ્થિતિ પર ચાંપતી નજર : કપાસ અને મગફળીના પાકને નુકશાન થતા ખેડૂતો બેહાલ : બીજા દિવસે મોટી મોટી ગરબીઓના રસોત્સવ મોકૂફ રહેતા ખૈલૈયાઓ નિરાશ

હળવદ : હળવદ પંથકમાં મેઘરાજા સતત કહેર વરસાવી રહ્યા છે.વરસાદને પગલે બ્રાહ્મણી-1 ડેમ ઓવરફ્લો થયો છે.અને હાલ ચાર હજાર થી વધુ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે જ્યારે બ્રાહ્મણી-2 ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલાયા છે જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જ્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ વરસાદની સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહી છે.

હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી એકધારો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત બનીને વરશી રહ્યો છે. હળવદ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં કપાસ અને મગફળી તથા તલનો ઉભો પાક લહેરાતો હતો.તેમાં વરસાદે ખેડુતોઓની આશા પર પાણી ફેરવી દીધું છે.મગફળી અને કપાસનો પાક નાશ પામ્યો છે. તૈયાર પાક વરસાદમાં નાશ થતા ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.જ્યારે વરસાદને પગલે હળવદનો બ્રાહ્મણી -1 ડેમ ઓવરફ્લો થયો છે અને બ્રાહ્મણી-2 ડેમના 5 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.જેના પગલે નીચાણવાળા ગામો ગોલાસણ, શીરોઇ, સુંદરગઢ, સૂર્યનગર, મેરૂપર, ટિકર, માનગઢ, સુસવાવ, કેદારીયા, પાડાતીર્થ, ધનાળા, માયુરનગર, રાયસંગપુરને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/