હળવદ: ધંધાની નુકશાનીનું વળતર મેળવવા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી

0
108
/

હળવદ : હળવદમાં અગાઉ ધંધામાં થયેલી નુક્શાનીનું વળતર પરત મેળવવા માટે એક ભાગીદારે બીજા ભાગીદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભાગીદારે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના મૂળ જુના દેવળીયા ગામના વતની અને હાલ હળવદ ખાતે રહેતા જયેશભાઇ વસંતભાઈ માલાસણા ઉ.વ.39 નામના યુવાને મૂળ હળવદના ઈશ્વરનગર ગામના વતની અને હાલ મુંબઈ રહેતા પ્રતિકભાઈ રતિલાલ મોરડીયા તથા બીજા અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને આરોપી ભાગીદારીમાં ધંધો કરતા હતા તેમાં ખોટ આવી હતી આથી આરોપી પ્રતીક મોરડીયાએ ધંધામાં થયેલી નુક્શાનીના રૂ.1 કરોડ પડાવવાનું કારસ્તાન કરીને બીજા અજાણ્યા શખ્સો સાથે મળીને ફરિયાદીને ફોન પર ડરાવી ધમકાવી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ ફરિયાદીન પત્ની વિશે બફાટ કરીને ધમકી આપી હતી.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/