મહીસાગર: તાજેતરના રિપોર્ટ મુજબ જિલ્લામાં આજે 13 કોરોના રીપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તા. 23-9-20 ના સાંજ સુધીમાં 957 કેસ પોઝિટિવ કેસ નોધાયા છે.
આજે સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી 6 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 806 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 31 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 39 મૃત્યુ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 47548 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.તેમજ જિલ્લાના 270 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 1-7 દર્દીઓ સ્ટેબલ અને 3 દર્દીઓ ઓક્સિજન પર અને ૦૨ દર્દી વેન્ટીલેટર પર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide