માળિયા-મિયાણાના જખરીયા વાંઢ ખાતે ગત શનિવારના ભારે વરસાદમાં ચાર લોકો ડૂબી ગયા હતા જોકે તાત્કાલિક બે લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી ગઇકાલે કાસમિંયા અલારખા સૈયદ જાતે મિયાણા (ઉંમર વર્ષ ૫૧) રહે.જખરીયા વાંઢ માળીયા(મીં)ની લાશ મળી હતી.જયારે આજે અવેશ સુભાનભાઇ કટીયા(ઉ.વ.૩૮) નામના યુવાનની પણ લાશ મળી આવી હતી.જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.સ્થાનિકોના કહેવા મુજબ તંત્રને જાણ કરવા છતાં કોઈપણ જાતની તાત્કાલીક મદદ મળેલ ન હોય કરૂણાંતિકા સર્જાય હતી..!
જ્યારે માળીયા મીયાણાના જ જુનાઘાંટીલા ગામે રહેતો જગમાલ મગાભાઇ ઠુંગા જાતે ભરવાડ (ઉ.વ ૨૨) નામનો યુવાન ગામના હોંકડાના પાણીમાં તણાઈ ગયો હતો જેથી તેની શોધ કરવામાં આવી હતી તેમ છતાં અંતે જગમાલ ભરવાડ નામના યુવાનની લાશ જ મળી હતી.જે બનાવની પણ માળીયા પોલીસે નોંધ કરીને તપાસ આગળ વધારી છે.તો મોરબીના ત્રાજપર ખારી નજીક રહેતા મગનભાઈ પ્રેમજીભાઈ હમીરપરા (ઉંમર વર્ષ ૫૬) ને ગઇકાલના અચાનક જ શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મગનભાઈને મૃત જાહેર કર્યા હતા.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide