સમિતિ દ્વારા આ અન્વયે મિટિંગ યોજાઈ
મોરબી : હાલમા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કાળા કાયદા મામલે ખેડૂતોને ભવિષ્યમાં થનાર નુકશાન બાબતે તેમજ દરેક ખેડૂતોને વાકેફ કરી આ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરવા માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જુના નગડાવાસ ગામે યોજાયેલી મિટિંગમાં ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા, અરુણભાઈ મહેતા, કાંતિભાઈ બાવરવા તેમજ રાજુભાઈ જારીયા દ્વારા સંબોધન કરવામાં આવેલ હતું અને આ મિટિંગમાં હસમુખભાઈ કાસુન્દ્રા, પ્રદીપભાઈ રાઠોડ, વિજયભાઈ મૈયડ, રાણાભાઈ ડાંગર, લખાભાઈ સહિતનાએ મહેનત કરીને સફળ બનાવી હતી. જુના નગડાવાસના ખેડૂતો દ્વારા તમામ સહકાર આપવાની ખાતરી આપવામાં આવેલ હતી. આગામી દિવસોમાં આ આંદોલન ખુબ જ જોર પકડશે તેવો હુંકાર પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ અગ્રણી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide