સિંહ ને મારવા છપ્પન ની છાતી જોઈએ .. ષડયંત્ર તો ગીધડો કરે : જયદેવસિંહ જાડેજા

0
1269
/

મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના સાવજ જેવા લોકલાડીલા પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર અસામાજિકતત્વો દ્વારા ષડયંત્ર રચી કરેલ  હુમલાની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે ગંભીર હુમલા બાદ પણ જેમની હિમ્મત બરકરાર છે તેવા જયદેવસિંહ જાડેજા એ કાયદો કાયદાનું કામ કરશે તેમના સમર્થકો શાંતિ જાળવે તેવી અપીલ કરી છે…

જયદેવસિંહ જાડેજા પર અસામાજિકતત્વો દ્વારા થયેલ હુમલા અંગે તેમના સમર્થકોમાં ભારે આક્રોશ 

મોરબી: હમણાં હમણાં મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ હોઈ તેવું જાણવા મળે છે છાશવારે લૂંટ, ચોરી, અપહરણ, ખૂન કેસ, અને મારામારી જેવી ઘટનાઓ બનતી રહે છે.

મોરબીમા જાણે અસામાજિકતત્વો બેફામ બન્યા હોય તેવી વાસ્તવિકતા સામે આવી રહી છે. તાજેતરમા મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના લોકલાડીલા પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા કાવતરું રચી દગા થી હુમલો કરી પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું જો કે બાદમાં આ હુમલા ખોરો પોલીસની ઝપટે ચડી ગયા અને ગુનો પણ દાખલ થઇ ગયો છે જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પહેલા મોરબી અને પછી વધુસારવાર માટે એઓને રાજકોટ ખસેડવા માં આવ્યા હતા પરંતુ એક કહેવત ને અનુસાર રામ રાખે એને કોણ ચાખે? લોકો ના આશીર્વાદ અને માં ભગવતી ની કૃપાથી જાડેજા આજે સંપૂર્ણ પર્ણ સ્વર્થ થઇ ગયેલ છે અને તેઓને રાજકોટ હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવામાં આવી છે.જયદેવસિંહ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે જેના અનુસંધાને લોકોમાં ખુબજ આક્રોશ જોવા મલી રહ્યો છે
જાડેજા એ સમગ્ર લોકોને શાંતી જાળવવા માટે અપીલ કરીછે જાડેજા એ પોતાની યાદીમાં જણાવ્યુંછે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈએ પણ કાયદો પોતાના હાથમા લેવો નહીં તથા બધાને કાયદાનું પાલન કરવા માટે અપીલ કરીછે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/