માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું

0
41
/

માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી દ્વારા 600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરવાના સંકલ્પ લીધા હતા. જોકે હાલમાં વરસાદની સિઝન ચાલી રહી હોય વૃક્ષોના વાવેતરનો સાનુકૂળ સમય થવાથી ઠેરઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માળિયાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/