મોરબી : આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,800 ગ્રેડ પેની માંગ માટે ડિજિટલ આંદોલન શરુ

0
41
/

મોરબી : ગુજરાત રાજ્યના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્ન ૨૮૦૦ ગ્રેડ પેની માંગ સાથે બે વખત થયેલ આંદોલનનો સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળ્યા હતા.

હાલ તેઓએ સોસીયલ મીડિયા પર ડીઝીટલ આંદોલન છેડયું છે. જેમાં ટ્વિટર પર અત્યાર સુધીમાં આશરે ૧ લાખ ને ૭૦ હજાર જેટલા #2800Gradepay_Mphw_Fhw ટ્વિટ કરવામાં આવ્યા હતા અને હજુ પણ તેમની ટ્વિટ ચાલુ છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા આશરે ૨૫૦ જેટલા આરોગ્ય કર્મચારી એવા mphw અને fhw પણ આ ડીઝીટલ આંદોલનમાં જોડાયા હતા અને સરકાર જલ્દી તેઓની માંગ પુરી કરે તેવી વિનંતી કરવામાં આવી હતી. તેમ મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય (પૂ.) કર્મચારી મંડળ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/