માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું

0
746
/

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના વતન મધ્યપ્રદેશથી દબોચી લીધા હતા. આ બન્ને આરોપીઓએ ચારિત્ર્યની શંકા કરી ખેડૂતને વેંતરી નાખ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.

મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઉ.વ.37નામના ખેડૂતની તીક્ષીણ હથિયારો આડેધડ ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ મળી આવતા માળીયા પોલીસે મૃતકના ખેતરે કામ આદિવાસી દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી આ દંપતી પર હત્યાની શંકા દર્શાવી પોલીસે મૃતકના ભાઈ ચંદુભાઈ જાદવજીભાઈ કાલરીયાની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે માળીયાના મહિલા પોલીસ અધિકારી કલસરિયાએ જણાવ્યું હતું કે, આ હત્યાના આરોપીઓ છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા માળીયા પોલીસ ટીમને મધ્યપ્રદેશ મોકલી ત્યાંથી આરોપીઓ રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બધેલ ઉ.વ.40 અને રાજબાઈ નરસિંગ બધેલ ઉ.વ.42ને ઝડપી લઈ માળીયા પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરી હતી. પોતાને પતિ પત્ની તરીકે ઓળખવતા આ બન્ને સ્ત્રી-પુરુષે પોલીસ સમક્ષ કબૂલાત આપતા કહ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના હોય ત્યાં એકમેકને પ્રેમ થઈ જતા ત્યાંથી ભાગીને માળીયાના રોહિશાળા ગામે આવ્યા હતા. પણ બન્નેએ લગ્ન કર્યા નથી. એટલે પતિ-પત્ની નથી. જ્યારે મહિલા આરોપી તો અન્ય સાથે પરણેલી છે. પણ ભાગીને આવ્યા હોય તેની કોઈને ખબર ન પડે એટલે અહીંયા ખોટી રીતે પોતાને પતિ પત્ની ઓળખાવી પતિ પત્નીની જેમ જ રહેતા હતા.

દરમિયાન મૃતક પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયાના ખેતરે કામ કરતા હોય એટલે પરેશભાઈ અવારનવાર મહિલા આરોપીને ખાવા માટે વિમલની ગુટકા આપતા હોવાથી મૃતક આરોપી મહિલા ઉપર નજર બગાડી આરોપી રાકેશને મનમાં મૃતક ઉપર ચારિત્ર્યની શંકા થઈ હતી. આથી આ બંને આરોપીઓએ મૃતકને ડીઝલના બહાને ખેતરે બોલાવી તેમની હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/