મોરબી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને મુશ્કેલી

0
71
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસથી પાલિકાના જન્મ મરણ વિભાગમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી પડે છે. નેટ કનેક્ટિવિટી એકદમ ધીમી ચાલતી હોવાથી કલાકો સુધી લોકોને લાઇનમાં ઉભું રહેવું પડે છે.

મોરબી નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા થોડા સમયથી સર્વરે દગો દીધો છે. નેટ કનેક્ટિવિટી ખોરવતા લોકોને ભારે હાલાકી પડે છે. નેટ કનેક્ટિવિટી એકદમ ધીમી ચાલતી હોવાના કારણે જે કામ થોડી મિનિટોમાં થઈ જવું જોઈએ એને એને બદલે કલાકોનો સમય બગડે છે અને લોકોને જન્મ મરણની કામગીરી કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે.

નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં અવારનવાર સર્વરના ધાંધિયા થતા હોવાથી લોકોને થોડી મિનિટોના કામ માટે કલાકોનો ટાઈમ વેડફાય છે. આથી તંત્ર આ નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લમ યોગ્ય રીતે સોલ્વ કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/