મેારબીના જુના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા

0
57
/

મોરબી: મોરબી તાલુકા પોલીસ મથકના ભરતદાન ગઢવી દિવ્યરાજસિંહ, રમેશભાઈ મુંધવા, નગીનદાસ નિમાવત, હિતેશભાઈ ચાવડા અને ફતેસંગ સહિતનો સ્ટાફ રાઉન્ડ હતો અને તાલુકાના નવા જાંબુડીયા ગામે સીટીઝન કોમ્પલેક્ષ પાસે પહેાંચ્યા ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ ઇસમો ઉપર રેડ કરવામાં આવી હતી.

ત્યારે સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમી રહેલ રાહુલ રૈયા મુંધવા ભરવાડ રહે.ઋષિકેશ વિદ્યાલય પાસે મોરબી-૨ મૂળ રહે.બોટાદ, ગૌતમ હીરા ચાવડા રહે.જેટકો પાવર હાઉસ પાસે મકનસર(પ્રેમજીનગર),મનોજ રમેશ ચાવડા રહે.માળીયા સોસાયટી સેાએારડીની પાછળ મેારબી-૨,નરેશ મનજી ચાવડા રહે.પરશુરામ પોટરી પાછળ માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨, લાભુ સવજી પરમાર રહે.માળીયા સોસાયટી સેાએારડીની પાછળ મેારબી-૨, આકાશ ધનજી વિઠલાપરા વાણંદ રહે. આનંદનગર સોસાયટી કંડલા બાયપાસ કાકા કાઠીયાવાડી હોટલ પાસે અને બીકાસ પ્રકાશ મિશ્રા બ્રાહ્મણ રહે.વિન્ચેલ સિરામિકની ઓરડીમાં જાંબુડીયા તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે.ઓરિસ્સા વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય સાતેયની રોકડા રૂપિયા ૨૦,૮૦૦ સાથે ધરપકડ કરીને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

વાંકાનેરમાં જુગાર રમતા ૫ ની ધરપકડ

વાંકાનેર શહેરના પુલ દરવાજા નજીક ટાઉન હેાલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા ધરમશીભાઈ મોહનભાઈ સારદીયા રહે.આરેાગ્યનગર, રમઝાનઅલી પ્યારઅલી પંચવાણી ખેાજા રહે.જેાશીફળી, હઠ્ઠાભાઈ સામતભાઈ ગમારા ભરવાડ રહે.ભરવાપરા, નિલેશ ધનજીભાઈ જોલાપરા કેાળી રહે.આરેાગ્યનગર અને મહેશ જયસુખભાઇ બોરીચા રહે.જુની નગરપાલીકાની પોલીસે રેાકડા રૂપિયા ૨૨૩૦ સાથે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/