વાંકાનેર તાલુકાની હદમાં આવતા સતનપર રોડ ઉપર થોડા સમય પહેલાં પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઇ સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને હાલમાં તપાસ હાથ ધરે છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા પંખુબેન શંભુભાઈ વાઘેલાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ ભરતભાઈ મનજીભાઈ દેવીપૂજક ઉં.૩૫ રહે સતનપર રોડ વાળાની સામે પોતાની દિકરીને મરવા માટે મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવી છે જેમા તેમણે લખાવેલ છે કે તેની દીકરી હેમાબેનના લગ્ન આજથી દસ વર્ષ પહેલા ભરતભાઈ સાથે કરવામાં આવ્યા હતા જોકે છેલ્લા બે વર્ષથી ભરતભાઈ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ તેની દીકરીને આપવામાં આવતો હતો જેનાથી કંટાળીને તેની દીકરીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરેલ છે જેથી પોલીસે હાલમાં આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide