મોરબીમાં માવઠું : અમુક ગામોમાં પાણીની નદીઓ વહી !!

0
109
/

મોરબી : હાલ ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે મોરબીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ દસ મિનિટ સુવિધા કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ગામોમાં પાણી વહી નીકળ્યા હતા.

મોરબીમાં ભાદરવો ભરપૂર રહ્યા બાદ આસો માસની શરૂઆતથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં થોડી ઠંડી અનુભવવા લાગી હોય તેમજ સવારે થોડી ઠંડી અને દિવસે ગરમી જેવા મિશ્ર વાતાવરણ વચ્ચે આજે મોરબીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે સોખડા, નાગડાવાસ, જેતપર -મચ્છુ, અણિયારી, ખાખરેચી, આમરણ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અમુક ગામોમાં દસ મિનિટ સુધી વરસાદ પડતાં ગામમાં પાણી વહી નીકળ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/