મોરબીમાં રવિવારે ઔષધિય રોપાનું રાહત દરે વિતરણ કરાશે

0
305
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી અને આજુબાજુના ગામોમાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની કામગીરી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેમા લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં આરોગ્ય ભારતી, મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન દ્વારા દુર્લભ અને લુપ્ત થતાં ઔષધિય વૃક્ષો તેમજ રોગ ઉપચારમાં ઉપયોગી એવા હરડે, બહેડા, આંબળા, પુત્રજીવક, ઉમળો, સીતાફળ, જામફળ, સેતુર, બોરસલી જેવા 80 થી વધુ જાતોના ઔષધિય વૃક્ષો, ફળાઉ તેમજ ફૂલઝાડના રોપાનું નજીવા દરે વિતરણ રવિવારના દિવસે કરવામાં આવનાર છે. શહેરીજનોને તેનો લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે.

તારીખ 7/7/2019ને રવિવારે સવારે 09:00 થી બપોરે 12:00 અને બપોરે 03:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી પરિશ્રમ ઔષધિ વન, શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિનાયક મારબલની સામે, અજંતા કલોક પહેલા, મોરબી– રાજકોટ હાઇવે, મોરબી ખાતેથી રાહતદરે રોપા વિતરિત થશે. આ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9879127054, 9898271700, 9879542100 પર સંપર્ક કરવા આયોજકોની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/