મચ્છુ હોનારતની કામકમાટીભરી દુઃખદ ઘટનાની સ્ટોરી પ્રસિદ્ધ કરતી ફિલ્મ “મચ્છુ” નું ટીઝર લોન્ચ થયું

0
800
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.5-7, સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી ફિલ્મ માંથી એક “મચ્છુ”  તાજેતરમાં જ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર શૈલેષભાઇ લેવા છે અને મયુર ચૌહાણ આ પિક્ચરના હીરો છે. વર્ષ 1979 માં મોરબીમાં થયેલ મચ્છુ હોનારતની સત્ય ઘટના આધારિત આ ફિલ્મ છે. આ ફિલ્મના અભિનેતા મયુર ચૌહાણ જેઓ આ પૂર હોનારતનો  ભોગ બનેલા છે. ફિલ્મ વિશે વાત કરતાં, મયુર કહે છે, “અમે ઓગસ્ટમાં આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને નિર્ધારિત સમયે કામ પૂર્ણ કરેલ છે. અમે આ ફિલ્મ વાસ્તવિક જીવનની કરૂણાંતિકા પર આધારિત છે અને તેમાં ઘણી બધી VFX હશે. આ એક પ્રકારનું વીએફએક્સ છે જે દર્શકોને જોવાનું ગમશે અને ગુજરાતી ફિલ્મોમાં કંઈક નવું હશે. વધુમાં અભિનેતા મયુર જણાવે છે કે જ્યારે આ ફિલ્મ મને ઓફર કરવામાં આવી હતી ત્યારે તે જ સમયે મને  હિન્દી ફિલ્મની ઓફર પણ મળી હતી, પરંતુ કથા, પાત્ર અને સ્ટોરીને જોતાં, મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું પસંદ કર્યું. મેં વિચાર્યું કે આપણા દર્શકોને  કંઇક નવું આપવું છે. “જ્યારે ફિલ્મની વધુ વિગતો પૂછવામાં આવી ત્યારે મયુર કહે છે,” આ સમયે, હું ફિલ્મના કાસ્ટને પણ જાહેર કરી શકતો નથી, અથવા અન્ય કોઈપણ મહત્વપૂર્ણ વિગતો જાહેર નહિ કરી શકું એ માટે આપ સૌએ આ ફિલ્મ જોવી જોઈએ (સંકલન: વિશાલ દવે)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/