મહેસાણા: ઊંઝા ઉમિયા મંદિરે માસ્ક પહેરીને ગવાય છે ગરબા

0
101
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મહેસાણા: હાલ શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે.

મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે. અહીં સરકારની સૂચના મુજબ એક કલાકના સમયમાં મા ઉમિયાજીની આરતી બાદ પરંપરાની જાળવણી માટે પાંચ ગરબાના પાંચ રાઉન્ડ લગાવવામાં આવે છે. જ્યારે આરતી સમયે શ્રદ્ધાળુઓની ભીડ ન થાય તે માટે ખાસ ધ્યાન રખાય છે. મંદિર સંસ્થાન દ્વારા માંડવી સન્મુખ 200 કુંડાળાં કરવામાં આવ્યા છે. એટલે કે આરતી સમયે 200 લોકોને જ પ્રવેશ અપાય છે. પ્રવેશ પહેલાં હેન્ડવૉશ અને સેનેટાઇઝેશન અને માસ્ક ફરજિયાત પહેરાવાય છે. નવરાત્રિને લઇ મંદિરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/