[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લહાણી રૂપે ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
આ વેળાએ ડો. દેવેનભાઈએ જણાવ્યું કે, “નવરાત્રી એ માતૃશક્તિની ઉપાસનાનો પર્વ છે – બાળાઓ એ જ માતૃશક્તિનું જીવંત સ્વરૂપ છે. તેમની ખુશી એજ સમાજની સાચી ઉજવણી છે.”આ પ્રસંગે ગરબી મંડળની બાળાઓએ આનંદભેર આશીર્વાદ આપ્યા અને આ સુંદર સેવા પ્રવૃત્તિને સૌએ વધાવી હતી. કાર્યક્રમમાં યંગ ઈન્ડિયા ગ્રુપના સભ્ય ભાનુબેન નાગવડિયા, સહિત સ્થાનિક આગેવાનો તથા માતા-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
