ચમત્કાર….8 દિવસ સુધી કબ્રમાં દફન રહ્યું નવજાત બાળક, પછી જે થયું એ વિશ્વાસ નહિ આવે

0
224
/

જમીનમાં દફન કરવામાં આવેલું નવજાત બાળક જો 8 દિવસ બાદ જીવિત બહાર આવી જાય તો તેને ચમત્કાર જ કહેવાય. એવું જ એક ચમત્કાર ચીનમાં થયું જ્યાં નવજાત બાળકને તેના ઘરના લોકોએ જીવિત દફન કરી નાખ્યું હતું. પણ 8 દિવસ બાદ તેને જીવિત બહાર નીકાળવામાં આવ્યું.થયું કઈક એવું કે  Lu Fenglian નામની એક મહિલા જંગલોમાં જડીબુટ્ટીઓ શોધી રહી હતી. તે દૌરાન તેને એક બાળકના રડવાનો અવાજ આવ્યો. અવાજ જમીનની ખુબ જ નીચેથી આવી રહ્યો હતો.

તે ડરી ગઈ અને દોડીને પાસમાં રહેતા બૌદ્ધ ભિક્ષુને બોલાવી લાવી. ત્યારે બન્નેને અહેસાસ થયો કે કોઈએ નવજાત બાળકને જમીનમાં દફન કરી નાખ્યું છે. પોલીસને જાણકારી આપ્યા બાદ તે જગ્યા પર ખોદકામ કરાવામાં આવ્યું. બે ફૂટ ખુદાઈ કર્યા બાદ જમીનની અંદર ડબ્બો નજરમાં આવ્યો, તેને ખોલીને જોયું તો બાળક જીવિત હતું.

જાણકારી અનુસાર આ બાળકને તેની દાદીએ એટલા માટે દફન કર્યું હતું કેમ કે આ બાળકનો હોંઠ (cleft lip) કપાયેલો હતો.આ બાળકના માતા-પિતાએ જણાવ્યું કે આ બાળકને 8 દિવસ પહેલા દફન કરવામાં આવ્યું હતું. પણ હવે તેઓને તેની આ ભૂલનો અહેસાસ છે અને તેઓ પોતાના બાળકને સાથે રાખવા માંગે છે.ડોકટરો અનુસાર બની શકે કે આં દફન બાળકને જમીનની અંદર હવા મળી રહી હતી. સાથે જ વરસાદ થવાને લીધે પાણીની બુંદો જમીનની અંદર તેના આ ડબ્બા સુધી પહોંચી હશે. જેને લીધે આ બાળક આટલા દિવસ સુધી જીવિત રહ્યું. પણ ડોક્ટર્સ ખુદ તેને એક ચમત્કાર જ માની રહ્યા છે. 

 તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/