ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું કોલકત્તામાં અકસ્માતમાં મોત

0
488
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સિક્કિમના પ્રવાસેથી પરત ફરતી વખતે લલિતભાઈના પરિવારને અકસ્માત નડ્યો : પત્ની નજર સામે પતિના મોતથી અરેરાટી : લલિતભાઈના બીજા પુત્ર સહિત બેને ઇજા

મોરબી : ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોગેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને બે પુત્રો સહિતનો પરિવાર કોલકતાના પ્રવાસે ગયો હતો.જ્યાંથી પરત ફરતી વખતે વોલ્વો બસને એક અકસ્માત નડતા આ અકસ્માતમાં લલિતભાઈના એક પુત્રનું મોત નીપજ્યું હતું.જ્યારે મૃતકના પત્ની અને લલિતભાઈના બીજા પુત્રને ઇજાઓ પહોંચી હતી.આ સમાચારો વાયુવેગે ફરી વળતા રાજકીય આલમમાં ઘેરો શોક છવાયો છે.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના બે પુત્રો તેમની પત્ની સાથે નો પરિવાર થોડા સમય પહેલા ફ્લાઈટમાં સિક્કિમ ના પ્રવાસે ગયો હતો અને લલિતભાઈનો પરિવાર આજે સિક્કિમના પ્રવાસેથી કોલકતા પરત આવી રહ્યો હતો તે સમયે કોલકતાથી 300 કિમિ દૂર બહેરામપુર નજીક વોલ્વો બસને જોરદાર અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ લલિતભાઈ કગથરા ઉ.વ.33 નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે લલિતભાઈનો બીજો દીકરો રવીને તથા મૃતક વિશાલભાઈના પત્નીને ઇજા પહોંચી હતી.આ ઘટનામાં વિશાલભાઈનું તેમની પત્નીની નજર સામે મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.આ બનાવથી લલિતભાઈ કગથરાનો પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/