વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી

0
152
/
/
/
વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે ઘર બંધ કરી મસ્જિદે ગયેલ અને ૮:૦૦ કલાકે પરત ઘરે આવતાં તેમના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તથા ઓસરીના દરવાજાનું તાળું તોડી મકાનમાં અંદર પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટની ચાવીઓ વતી બંને રૂમના કબાટ ખોલી તથા કબાટના લોકર તોડી તેમાં રાખેલ ફરિયાદીના પત્ની, માતા તેમજ મૃતક મોટા કાકીના જુદા-જુદા અલગ-અલગ વજનના સોનાના દાગીના કુલ વજન આશરે ૬૨૧ ગ્રામ કિંમત રૂપિયા આશરે ૧૫.૫૦ લાખ તથા રૂપિયા બે લાખ રોકડા મળી કુલ રૂપિયા ૧૭૫૦૦૦૦ અજાણ્યા ઈસમો ચોરી જતા ગુનો કર્યા અંગે ફરિયાદ આપતાં વાંકાનેર સીટી પોલીસે આઈપીસી કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
વાંકાનેરમાં સાંજના સુમારે મોટી રકમની ચોરીની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડેલ તેમજ વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરેલ એ ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી તેમજ ડોગસ્વોડની મદદ મેળવી ચોરીનું પગેરું દબાવવા પ્રયાસ હાથ ધરેલ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner