સોમવાર : મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ નવા 11 કેસ, 2 દર્દીના મૃત્યુ: જિલ્લામાં કુલ 257 કેસ

0
215
/

મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીના 7, હળવદના 3 અને વાંકાનેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 5 લોકો સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીમાં વાવડી રોડ પર મારૂતિનગર-1મા રહેતા 35 વર્ષીય પુરુષ, કાયાજી પ્લોટમાં મોમાઈ કૃપામાં રહેતા 18 વર્ષીય યુવતી અને 20 વર્ષીય યુવાન, કાંતિપૂરમાં રહેતા 24 વર્ષીય યુવાન, ખરેડામાં રહેતા 62 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર શ્રી રામ નિવાસમાં રહેતા 38 વર્ષીય પુરુષ અને કામધેનુ પાર્ટીપ્લોટ સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ સામે આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/