મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું

0
141
/
/
/

 લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે

મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું એક મહિના પહેલા કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.ત્યારે 1.29 કરોડના ખર્ચે સીસીરોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક મહિનાની અંદર એક બાજુના રોડની કામગીરી કરવામાં આવી છે.કોઈપણ પ્રકારના દેખાવા વગર કે નેતાઓની હાજરી વગર જ આ સીસીરોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.જોકે અગાઉ એસપીએ આ રોડ ઉપર ફ્લેગ માર્ચ કરી હતી.આ રોડની કામગીરી શરૂ કરતી વખતે એસપી કરનરાજ વાઘેલા ,પાલિકા પ્રમુખ કેતન વિલપરા ,મોરબી માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ જે એમ.આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રોડનું કામ શરૂ કરતાં લોકોની મુશ્કેલીઓ ઓછી થશે.ખાસ કરીને લોકોને ફરી ફરીને જવું નહિ પડે અને ઉમિયા સર્કલેથી બાયપાસ પાસેના રોડને ખુલ્લો કરતા અહીંથી સરળતાથી પસાર થઈ શકાશે. જ્યારે એસપી તેમજ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં વર્ષોથી થયેલા દબાણો હટાવી દેવામાં આવ્યા છે.તેમજ રોડની વચ્ચે નડતા વિજપોલ અંગે પણ યોગ્ય કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner