કાયાજી પ્લોટમાં 2, પારેખશેરીમાં 2 અને જેતપર ગામે 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે બપોરે 12 વાગ્યે એક પોઝિટિવ કેસ બાદ વધુ પાંચ પોઝિટિવ કેસ જાહેર થયા છે. આ સાથે મોરબીમાં આજના કુલ 6 કેસ સાથે જિલ્લાના કુલ કેસનો આંકડો 180 થઈ ગયો છે.
સોમવારે બપોરે જાહેર થયેલા નવા પાંચ કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામમાં સોનિવાડી શેરીમાં રહેતા 66 વર્ષના વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટ સેલસ હોસ્પિટલમાં લેવાયું હતું. તેમજ મોરબીના સદભાવના હોસ્પિટલમાં લેવાયેલા સેમ્પલ માંથી મોરબી શહેરની પારેખશેરીમાં આવેલી ડો.શિવા શેરીમાં રહેતા 54 વર્ષના પુરુષ અને 61 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટ-2માં મોમાઈ કૃપામાં રહેતા પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 45 વર્ષના પુરુષ અને 41 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. આમ સોમવારે 12 વાગ્યા પહેલા એક ભવાની ચોકમાં રહેતા 56 વર્ષના આધેડ બાદ ઉપરોક્ત પાંચ નવા કેસ નોંધાયા છે. જેમના સેમ્પલ અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે આજે સોમવારે બપોરે 1.30 કલાક સુધીમાં નવા છ કેસ નોંધાઇ ચુક્યા છે. જ્યારે આજના નવા કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 180 થઈ ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide