મોરબીમાં ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ

0
60
/

મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ રબારી દ્વારા ધન્વંતરિ રથનું શ્વેતપત્ર બહાર પાડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે આરોગ્ય ચકાસણી અર્થે 17 ધનવન્તરી રથો કાર્યરત કરવામાં આવેલ છે. પરંતુ આ ધનવન્તરી રથો ખાસ કરીને મોરબી શહેરના કયા એરીયામાં કે દુર્ગમ વિસ્તારમાં ફરીને કેટલા દર્દીઓને, કઇ તારીખ-રથળે ચકાસવામાં આવ્યા? તે હકીકત જાણી શકાતી નથી.

વિશેષમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં દીન-પ્રતિદિન રોકેટ ગતીએ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પેમ્પલેટ, દૈનીક પત્રો, પ્રચાર માધ્યમ દ્વારા આગામી કઇ તારીખે, કયા સ્થળ-સમયે, કેટલા સમય માટે ધનવન્તરી રથનું ખાસ કરીને મોરબી શહેરમાં તેના વાહન નંબર, ડોકટરના નામ, મોબાઇલ નંબર સાથેની યાદી ત્વરીત શ્વેતપત્ર દ્વારા પ્રસિધ્ધ કરવા અપીલ કરી છે. જેથી, મોરબી શહેરમાં કફ, ખાસી, ઉધરસ કે ડાયાબીટીસ અને કોરોનાથી પીડિત દર્દીઓમાં કયા પ્રકારનો રોગ છે તેનો સર્વે કરવા સાથે સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત ધનવન્તરી રથો સાથે ઓ.પી.ડી. વિભાગ દ્વારા એલોપેથીક, આયુર્વેદીક કે હોમીયોપેથીક દવાઓ વિનામૂલ્યે પુરી પાડીને નાગરીકોની સ્વાસ્થ્ય સંબંધી કાળજી લેવાય અને મોરબીના શહેરીજનો તંત્રના પ્રયાસોની નોંધ લે, તેમજ શ્વેતપત્ર બહાર પાડી બહોળી સંખ્યામાં નગરજનો લાભ મેળવે તેવું આયોજન કરવા અપીલ પણ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/