મોરબીમાં 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમ શખ્સ ઝડપાયો

0
348
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

દુષ્કર્મ પીડિતાની ઉંમરના જ બે સંતાનોના પિતા એવા આરોપી પર વરસી રહ્યો છે ચોમેરથી ફિટકાર

મોરબી: ગત 19 જાન્યુઆરીના રોજ સીરામીક ફેક્ટરીમાંથી પરપ્રાંતીય શ્રમિકની 7 વર્ષીય બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ ફેકટરી નજીકથી જ બાળકીની હત્યા કરી દાટી દેવાયેલી લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ બાળકીની સ્થિતિ જોતા તેના પર દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાતી હતી. ફોરેન્સિક પી.એમ.બાદ એ આશંકા સાચી ઠરી હતી. આ દરમ્યાન જે ફેકટરીમાં હતભાગી બાળકીના પિતા કામ કરતાં હતાં એ ફેક્ટરીમાંથી જ પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી પૂછપરછ કરતા એ જ ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય યુવાનની હેવાનીયતનો આજે શનિવારે બપોર બાદ પોલીસે ખુલાસો પણ કર્યો હતો.

આ અતિ ધૃણાસ્પદ બનાવની વિસ્તૃત માહિતી આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. સીસીટીવીના ફૂટેજના આધારે ઝડપાયેલો આરોપી મૂળ ઝારખંડનો 27 વર્ષીય દુર્ગાચરણ ઉર્ફે ટારઝન રેગોભાઈ સેવૈયા ઉપરોક્ત ફેકટરીમાં જ કામ કરે છે અને લેબર કવાટર્સમાં જ રહે છે. છેલ્લા 7 વર્ષથી મોરબીમાં જ રહેતા આરોપીની પત્નિનું 3 વર્ષ પહેલાં અવસાન થયું છે. ઘણા સમયથી આ જ ફેકટરીમાં કામ કરતા આરોપીએ અગાઉ પણ ઘણા બાળકોને ચોકલેટ આપવાની લાલચ આપતો હોય એવું જાણવા મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ રાખી છે.

કેમ કે, હતભાગી બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી આરોપીએ તેને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરી મારીને દાટી દીધી હતી. આરોપીનો એક પુત્ર અને એક પુત્રી હતભાગી બાળકીની ઉંમરના જ છે એવું જાણવા મળતા લોકો તેના પર ચારેતરફથી ફિટકાર વરસાવી રહ્યા છે કે, પુત્રીની ઉંમરની અન્યની દીકરી સાથે આવું ધૃણાસ્પદ કૃત્ય કરતા એનો જીવ પણ  કેમ ચાલ્યો હશે.ઉલ્લેખનીય છે કે શાતીર દિમાગનો આરોપી બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા નિપજાવ્યા બાદ ફેકટરીમાં એવી રીતે કામે ચડી ગયો હતો કે જાણે કશું બન્યું જ નથી. જો કે, આ બનાવ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો હોવાથી પોલીસે તેની તમામ તાકાત આરોપીને ઝડપી લેવા કામે લગાડી દીધી હતી અને સીસીટીવી ફૂટેજ સહિત બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. પોલીસ અધિક્ષક એસ.આર.આડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમમાં મોરબી જિલ્લા એલ.સી.બી. તાલુકા પોલીસની ટીમ સહિત વિવિધ પોલીસકર્મીઓએ રાતદિવસ મહેનત કરી અંતે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડતાં પોલીસ કાર્યવાહીની પ્રસંશા થઈ રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/