મોરબી પાલિકા તંત્રએ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી

0
183
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ વેરા વસૂલાત માટે કામે લાગ્યા :રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ અપાશે

મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી છે.ચીફ ઓફિસરે ર.10 કરોડના બાકી રહેલા કરવેરાની વસૂલાત કરવા પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓને જોતરી દીધા છે.પાલિકાના તમામ વિભાગોના કર્મચારીઓની ટિમ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કામે લાગી છે અને 10 હજારથી વધુ રકમના બાકી રહેલા કરવેરાના 8 હજાર જેટલા બાકીદારોને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી નગરપાલિકાનું નાણાકીય વર્ષ આગામી 31 માર્ચે પૂરું થનાર છે.ત્યારે વેરા વસુલતની ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે.નગરપાલિકાને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કરવેરા પેટે 52 ટકા એટલે કે રૂ.11 કરોડની આવક થઈ છે.માર્ચ એન્ડીગનો સમય નજીક આવી રહ્યો છે.ત્યારે કરવેરાનો કુલ ટાર્ગેટ પૂરો કરવા પાલિકા તંત્રે કમર કસી છે.અને બાકી રહેલા 10 કરોડના કરવેરાની વસુલાત કરવા માટે ચીફ ઓફિસરે પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ સાથે બેઠક કરીને 25 કર્મચારીઓની એક ટીમ બનાવી છે.જેમાં બાકી રહેલા કરવેરાની વસૂલાત કરીને ટાર્ગેટ પૂરો કરવા માટે તમામ વિભગોના કર્મચારીઓને જોતરી દીધા છે.અને જે વિસ્તારમાં કર્મચારીઓ રહેતા હોય તેમને તે વિસ્તારના કરવેરાની ઉધરાણીનું કામ સોંપી દીધું છે. પાલિકાના તમામ વિભગોના કર્મચારીઓને 10 કરોડના બાકી રહેલા કરવેરાની વસૂલાત કરવાનો ટાર્ગેટ આપીને કરવેરાની ઉઘરાણી કરવાની કડક સૂચના આપી દેવાય છે.તેમજ 10 હજારથી વધુ રકમના કરવેરા બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ ઈશ્યુ કરવાની તજવીજ ચાલી રહી છે.આ અંગે ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે સોફ્ટવેર અપગ્રેડ છે.તેથી આસમીઓને ડેટા કલેક કરીને તેમને એસએમએસથી કરવેરા ભરવાની જાણ કરીને તાકીદ કરવામાં આવશે અને તમામ ડેટા કલેક થઈ જશે એટલે જે વિસ્તારમાં પાણીકાપ નાખવાની જરૂરિયાત પડે તો તે વિસ્તારના લોકોને આ માહિતી એસએમએસથી પહોંચાડાશે.તેમ તેમને જણાવ્યું

આવા વધુ સમાચારો  માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો …

https://www.facebook.com/thepressofindia/

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/