પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો : એક આરોપી ફરાર જાહેર
મોરબી : હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એક આરોપીને ફરાર જાહેર કર્યો છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના રફાળેશ્વર, આંબેડકરનગરના ખુણે જાહેરમાં એકટીવા મો.સા. નં. GJ-10-CK-5594 માં ઈંગ્લીશ દારૂની બોટલો લઈને નીકળેલા હરેશભાઇ ચમનભાઇ દલસાણીયા (ઉ.વ.૪૪, ધંધો-મજુરી, રહે.રવાપર રોડ, મહાબલી હનુમાનજીના મંદિર સામે,મોરબી), જીતેન્દ્રભાઇ છગનભાઇ હિંગળાજીયા (ઉ.વ.૪૫, ધંધો-વેપાર, રહે.ઉમા ટાઉનશીપ, મોરબી-૦૨) ને વિદેશીદારૂની બોટલ નંગ-૧ સાથે ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીની પૂછપરછ બાદ મળેલી બાતમીના આધારે પોલીસે ત્રીજા આરોપી રફાળેશ્વરના આંબેડકરનગરમાં રહેતા જીતુભાઇ રામજીભાઇ મકાનમાં દરોડો પાડી ત્યાંથી ભારતીય વિદેશીદારૂની બોટલ નંગ ૩ કબ્જે કરી હતી.
જો કે આ આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી હાલ પોલીસે આ બન્ને આરોપીઓને ઈંગ્લીશ દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ.૨૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રીજા આરોપીને પકડી પાડવા વધુ તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide