મોરબી : ગત તા. 20/07/2020 ના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે બેઠકમાં મળેલ હતી. જેમાં મોરબી જિલ્લા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાની ટીમની નવ રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાનાં શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા મોરબી જિલ્લાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોને જવાબદારી આપેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે દિનેશભાઈ વડસોલા પૂર્વ બી.આર.સી.કો.ઓ. અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મંત્રી તરીકે કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે પ્રદીપભાઈ કુવાડીયા, ઉપાધ્યક્ષ તરીકે કિરીટભાઇ દેકાવડીયા તથા હરદેવભાઈ કાનગડ, સહમંત્રી તરીકે જયેશભાઈ જેઠલોજા તથા પરેશભાઈ બોપાલિયા, સંગઠન મંત્રી તરીકે હિતેન્દ્રભાઈ ગોપાણી, સહ સંગઠન મંત્રી તરીકે ચેતનભાઈ ભાલોડિયા, કોષાધ્યક્ષ તરીકે બળદેવભાઈ મેરજા, સહ કોષાધ્યક્ષ અમિતભાઇ ખાંભરા આંતરીક ઓડીટર તરીકે પંકજભાઈ ઠોરિયા, પ્રચારમંત્રી તરીકે હિતેશભાઈ પાંચોટીયા, સહ પ્રચારમંત્રી તરીકે ગૌરવભાઈ ચંદ્રાસલા, કાર્યાલયમંત્રી તરીકે સતિષભાઈ પનારા, સહ કાર્યાલય મંત્રી વિનોદભાઈ ભંખોડીયા, જિલ્લા પ્રચાર ટોળી પ્રાણજીવનભાઈ વિડજા, ગૌરાંગભાઈ ગોહેલ તથા ઘનશ્યામભાઈ વસાણીયાએ જવાબદારી સ્વીકારેલ હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ- મોરબી જિલ્લા ટીમની નવ રચના સરસ્વતી શિશુ મંદિર શનાળા ખાતે કરવામાં આવી હતી. ટિમના સભ્યોને વિપુલભાઈ અઘારા રાજકોટ વિભાગ સહકાર્યવાહ રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ એ શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણ અને શિક્ષકોના હિતમાં સતત તત્પર રહેવા જણાવ્યું હતું. આ તકે જ્યંતીભાઈ રાજકોટીયા વ્યવસ્થાપક શિશુ મંદિર, સુનિલભાઈ પરમાર એ આર.એસ.એસ.ના વિવિધ પ્રકલ્પોની વાત કરી હતી. મહેશભાઈ બોપલીયા એ ટીમની ઘોષણા કરી હતી અને આર.એસ.એસ.કાર્યકરોએ હાજર રહી પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા. હિતેશભાઈ ગોપાણી શૈક્ષિક સંઘ મોરબીના પ્રથમ અધ્યક્ષે સંઘની કાર્યની ગતિની ગરિમા જણાવી હતી અને સંગઠનમાં કેવી રીતે કાર્ય કરવું, તેની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ દેકાવડીયા એ કર્યું હતું, એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide