મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરનાર ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા

0
81
/
/
/

મોરબી :મોરબી જિલ્લામાંથી જાહેરનામાંનો ભંગ કરતા ધંધાર્થીઓ સહિત 33 સામે કાયદેસર પગલાં ભરાયા છે

મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટે. વિસ્તારમાં મોરબી નગર દરવાજા ચોક પાસેથી 2 શખ્સોને જાહેરનામામાં પ્રતિબંધ વિસ્તારમાં કેબિન ખુલ્લી રાખવા સબબ, રવાપર ચોકડીએ દુકાનો બંધ રાખવાના સમય દરમ્યાન કોહિનૂર કોમ્પ્લેક્ષમાં ફૂટવેરની દુકાન ખુલ્લી રાખવા માટે 1 શખ્સ, રવાપર રોડ પર દૂધ-સ્વીટની ડેરી ખુલ્લી રાખવા સબબ 1, બજાર લાઈન વિસ્તારમાં રાત્રે 8 વાગ્યા બાદ દૂધની ડેરી ખુલ્લી રાખવા બદલ 1, પંચાસર ચોકડી પાસે કર્ફ્યુ સમય દરમ્યાન શાકભાજી-કરિયાણાની દુકાન ખુલ્લી રાખવા બદલ 1, ગાંધી ચોક પાસે મોબાઇલની દુકાન મોડે સુધી ખુલ્લી રાખવા બદલ 1, રવાપર રોડ પર કટલરીની દુકાન કર્ફ્યુ દરમ્યાન ખુલ્લી રાખવા બદલ 1, રવાપર રોડ સ્થિત બાપાસીતારામ ચોક પાસે આઈસ્ક્રીમની દુકાન મોડે સુધી ખુલ્લી રાખવા બદલ 1 શખ્સ સામે આમ કુલ મળી 9 દુકાનદારો સામે કલમ 188ના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી.બી.ડીવી.પો. સ્ટેની હદમાંથી માળીયા ફાટક પાસેથી 6 નાગરિકોને મોડી રાત્રે કર્ફ્યુ જાહેરનામાં ભંગ બદલ અટક કરી કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં બેલા ગામની સીમમાંથી પાન ફાકીની દુકાન ખુલ્લી રાખતા 1, જાંબુડિયા ગામ નજીકથી મોડી રાત સુધી કોઈ કામ વગર બહાર નીકળવા બદલ 2 શખ્સ સામે અટકાયતી પગલાં ભર્યા છે.

જ્યારે મોરબી જિલ્લાના હળવદ પો.સ્ટે. વિસ્તારમાં બગીચા પાસે, જાહેર શેરીમાંથી 1, જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની હદમાં આવતા સેન્સો ચોકડી પાસેથી 2 શખ્સોને જરૂરી કામ વગર મોડે સુધી બહાર નીકળવા બદલ, સરતાનપર ગામ નજીકથી 1 શખ્સને ચાની દુકાન મોડે સુધી ખુલ્લી રાખતા, ટંકારા પો.સ્ટે.ની હદમાંથી 2, મેઈન બજારમાં હુશેની ચોક ખાતેથી 1 શખ્સને જાહેરનામા ભંગ સબબ અટક કરી કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રતાપરોડ સ્થિત પોસ્ટઓફીસ પાસેથી 4, જકાતનાકા, ચંદ્રપુર રેલવે ઓવરબ્રિજ પાસેથી 2 શખ્સોને મોડે સુધી ભજિયાની લારી ખુલ્લી રાખવા, તથા 2 શખ્સોને ઉક્ત સ્થળેથી જ મોડે સુધી ચાની લારી ખુલ્લી રાખવા બદલ અટકાયતી પગલાં ભર્યા છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner