મોરબીના અંબીકા રોડ પર મોતના માંચડા સમાન જર્જરિત દીવાલથી જીવનું જોખમ

0
60
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોન્સૂનની પ્રી-એક્ટિવિટી દરમ્યાન જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ મોન્સૂન સક્રિય થયું હોય એવું વાતાવરણ જોવા મળે છે. જો કે પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્ર હજુ સક્રિય થયું હોય એવું નથી જણાઈ રહ્યું. શહેરમાં ઘણી એવી જર્જરિત ઇમારતો છે જે પડુ-પડુ થઈ રહી છે. છતાં તંત્ર એના પ્રત્યે લાપરવાહ છે.

શહેરના માધાપરની પાસે આવેલા અંબિકા રોડ સ્થિત વર્ષોથી એક બંધ ગોડાઉનની દીવાલ હાલ ભયજનક સ્થિતિમાં હોવા છતાં તંત્રના ધ્યાને આવી નથી. આ રસ્તા પરથી રોજ સેંકડો વાહન ચાલકો પસાર થાય છે. સ્કૂલે જતા બાળકો પગપાળા અહીંથી પસાર થાય છે. વર્ષોથી બંધ આ ગોડાઉનની દીવાલો પરથી વારંવાર પથ્થરો પડ્યા કરે છે. સદભાગ્યે અત્યાર સુધી કોઈ મોટો અકસ્માત થયો નથી. પણ અકસ્માત નહીં થાય એવું માનીને તંત્રવાહકો આ ભયજનક દીવાલ પ્રત્યે લાપરવાહ હોય એવું જણાઈ રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/