બનાસકાંઠા જિલ્લામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરાઈ
રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલતદરોના ટ્રાન્સફર ઓર્ડર અપાયો
મોરબી : આજે તા. 21 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યભરના મામલતદારોનો ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી અને હળવદના મામલતદારની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તેમજ માળીયા (મી.) મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી છે. અને બનાસકાંઠામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના મોરબીની કલેક્ટર ઓફિસના મામલતદાર બી. બી. કાસુન્દ્રાની બદલી બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કરવામાં આવી છે. તેમજ હળવદ તાલુકના મામલતદાર વી. કે. સોલંકીની બદલી કચ્છ જિલ્લના નખત્રાણા ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, માળીયા (મી.) તાલુકાના મામલતદાર સી. બી. નિનામાની બદલી મોરબીની કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવી છે. જયારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મામલતદાર ડી. સી. પરમારની બદલી મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકા ખાતે કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide