પાછલા થોડા દિવસોથી શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓ ઉપર પોલીસ દ્વારા ઘોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ગઈ કાલના દિવસમાં મોરબી અને ટંકારામાં જુગારની વધુ બે રેડ કરવામાં આવી હતી જેમાં 10 જુગારીઓની 22180ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી ગાયત્રીનગરમાં આવેલ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જુગારની રેઇડ કરવામાં આવી હતી. આ સમયે ઠાકરશીભાઈ અઘારા, અનિલભાઈ પટેલ, રેવાભાઇ કાવર, રૂગનાથભાઇ દેત્રોજા, કનૈયાલાલ પંડ્યા તેમજ મગનભાઇ અઘારા જુગાર રમતા મળી આવ્યા હતા. આ સ્થળેથી 11470ની રોકડ કબજે કરીને જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.
ટંકારા તાલુકાના સરાયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. આથી બાતમી વાળા સ્થળે જુગારની રેઇડ કરવામાં આવતા સુલેમાનભાઈ જુમાભાઈ, મનજીભાઈ ઓધવજીભાઈ, ઇરફાનભાઇ અલારખાભાઇ તેમજ સુરેશભાઇ ભિમાણી જુગાર રમતા મળી આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે 10710ની રોકડ સાથે તમામ જુગારીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide