મોરબી : પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ગંદકીનો નિકાલ કરવા રજુઆત

0
23
/

મોરબી : મોરબીમાં સાવસાર પ્લોટ ખાતે લોહાણા બોર્ડિંગની પાછળ આવેલા પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ લોહાણા બોર્ડિંગની આસપાસ અને અગાસી ઉપરથી ભંગાર અને કચરાનો નિકાલ કરવા નગરપાલિકાના હેલ્થ ઓફિસરને રજૂઆત કરેલ છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે લોહાણા બોર્ડિંગની પાછળના ભાગે પૃથ્વીરાજ એપાર્ટમેન્ટ આવેલું હોવાથી બોર્ડિંગની અગાસી ઉપર રહેલા ભંગાર અને કચરાના કારણે જીવજંતુઓ તથા મચ્છરોનો ત્રાસ રહે છે. તેમજ ચોમાસાની સિઝન હોવાથી ગંદકી પણ થાય છે. આ ઉપરાંત, એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ખોડીયાર હોટલની બાજુમાં નગરપાલિકાના કર્મચારીઓ કચરાનો ઢગલો કરે છે પરંતુ પછી વાહન દ્વારા કચરો લઈ જતા નથી. તેમજ ગટરો પણ નિયમિત સાફ કરવામાં આવતી નથી. તેથી, આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બોર્ડિંગની અગાસી પરથી ભંગાર ઉપાડવા તથા સાફ-સફાઈ કરી ડીડીટીનો છટકાવ કરવા રહીશોએ અપીલ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/