મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા મોરબી શહેરના તમામ વોર્ડની અંદર આગામી દિવસોમાં લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા ૨૬ દિવસ સુધી શહેરના જુદા જુદા વોર્ડમાં ફરવાની છે
આગામી સમયમાં રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબી પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા મતદારોને જાગૃત કરવા માટે થઈને મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા આગામી દિવસોમાં મોરબીની અંદર લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા મનોજભાઇ પનારાએ જણાવ્યુ છે કે ગુરુપુર્ણિમા તા ૫/૭ના રોજથી પદયાત્રા શરૂ કરવામાં આવશે અને ૧૩ વોર્ડમાં ૨૬ દિવસ સુધી પદયાત્રા ફરશે જેમા મતદારોને જાગૃત કરવામાં આવશે.
સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...