હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

0
59
/

હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલપંપના કર્મચારીને ધમકી આપીને લુટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને મોરબી એલ.સી.બી. ટીમે લુટારુઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામ નજીક આવેલ નાગેશ્વર પેટ્રોલપંપ પર ગત તા.૨૨ ના રોજ બે અજાણ્યા શખ્સોએ બાઈક પર પેટ્રોલ ભરાવવા આવેલ હોય અને પેટ્રોલપંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાને એકલો જોઇને તેને પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઓફીસમાંથી રોકડ રકમ ૩૮,૦૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૨૦૦૦ એમ કુલ મુદામાલ રૂપિયા ૪૦,૦૦૦ ની લૂંટ થઇ હોવાની ધટના બની હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાયેલ હતી.જે અનુસંધાને મોરબી એલ.સી.બી. ટીમે મોરબી તાલુકાના ૩૯૯,૪૦૨,૧૨૦બી, આર્મ્સ એક્ટ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાની તપાસ ચલાવતા હોય દરમિયાન આરોપી હીરાભાઈ કરશનભાઈ રંગપરા, વિશાલ અક્ષયબર યાદવ, સુરેશભાઈ મોહનભાઈ હતવાણી અને અશોક્ભાઓ જેમાભાઇ સારદીયાને અટક કરી કોર્ટમાં રજુ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા આરોપી હીરાભાઈ કરશનભાઈ રંગપરા રહે-ખાખરાથળ તા.થાનગઢ અને અશોકભાઈ જેમાભાઇ સારદિયા રહે-ખાખરાથળ ધોરો તા.થાનગઢ વાળાએ પેટ્રોલપંપમાં લુટ કરી હોવાની કબુલાત આપતા બંનેને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/