કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો
મોરબી : મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં આરોપીને કસૂરવાર ઠેરવીને તેને 7 વર્ષની સજા તથા રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટ દ્વારા કોરોનાની મહામારીને લઈને વીડિયો કોંફરન્સથી ચુકાદો આપ્યો હતો.
આ ગંભીર કેસની વિગત અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલા વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકીને ગત તા.18/6/2014 ના રોજ અશોક બાબુભાઇ પીપળીયા નામના શખ્સે શારીરિક અડપલાં કર્યા હોવાની બાળાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે જે તે સમયે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલતો હતો ત્યારે આ પોકસો એક્ટનો કેસ રાજકોટથી મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. દરમિયાન આજે સ્પે.પોકસો એડિશનલ જજ એમ.કે.ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરવાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી તેમજ રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. કોરોનાની મહામારીને લઈને કોર્ટે વીડિયો કોંફરન્સથી ઐતિહાસિક ચુકાદો આપેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide