મોરબી પાલિકામાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ચાર્જ સાંભળ્યો

0
58
/
ભૂગર્ભ ગટર, કચરાના ગંજ તથા કોરોનાની મહામારી અટકાવવા માટે સક્રિય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

મોરબી : મોરબી પાલિકામાં ફરી નિયુક્ત થયેલા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ વિધિવત ચાર્જ સાંભળ્યો છે. આ સાથે જ તેમણે ભૂગર્ભ ગટર, કચરાના ગંજ તથા કોરોનાની મહામારી અટકાવવા માટે સક્રિય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

વાંકાનેરના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની બદલી કરીને ફરી મોરબી પાલિકામાં નિમણુંક કરવામાં આવી છે. આથી, આજે તેમણે વિધિવત ચાર્જ સભાળ્યો હતો અને ચાર્જ સભાળતાની સાથે જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના સઘન પ્રયાસો હાથ ધરાશે. ઠેરઠેર ઉભરાતી ભૂગર્ભ ગટર તથા કચરાના ગંજની યોગ્ય સફાઈ થાય તેમજ મોરબીમાં વધી રહેલી કોરોનાની.મહામારી અટકાવવા માટે પબ્લિક વધુ ભેગી થતી હોય તેવા સુપર માર્કેટ, નહેરુ ગેટ ચોક, બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાં સેનીટાઝેશન સહિતના સઘન પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો અને કોરોનાથી બચવા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. જ્યારે લોકોને ફરિયાદ કરવા માટે 02822 220551 નંબર જાહેર કર્યો છે.આ નંબર ઉપર લોકો ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદોનો નિકલ કરવા જે તે વિભાગને સૂચના આપી દીધી છે. આમ છતાં ફરિયાદોનો નિકાલ ન થાય તો ચીફ ઓફિસરનો સંપર્ક સાધવા જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/