મોરબી : મોરબીના બગથળા ગામે જુગાર રમતા 6 શખ્સોને એલસીબીની ટીમે રૂ. 66 હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની એલસીબી ટીમે બાતમીના આધારે બગથળા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નરેન્દ્રસિંહ ઉર્ફે ભીખુભા નવલસિંહ પરમાર, શબિરભાઈ ગુલામહુસેન ભટ્ટી, મુકેશભાઈ ડાયાભાઇ ચાવડા, ભુપતભાઇ પ્રભુભાઈ વડાવિયા, સામતભાઈ હમીરભાઈ ગમારા અને મહેશભાઈ દલપતભાઈ રામાંનુજને રોકડ રૂ. 66,100 સાથે પકડી પાડ્યા છે.આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પીઆઇ એન.બી. ડાભી, હેડ કોન્સ. ચંદુભાઈ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, દિલીપભાઈ ચૌધરી, નિરવભાઈ મકવાણા, ભરતભાઇ જિલરિયા, દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide