મોરબીની જેતપર સીટ હેઠળના 23 માંથી 13 ગામો સમરસ જાહેર

0
120
/
/
/

અજય લોરિયા સમરસ ગ્રામ પંચાયતને રૂ. 1 લાખની સહાય અપાશે

મોરબી: મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા સરાહનીય અને આવકારદાયક પહેલ કરી હતી. કે આગામી યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તેમની જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા 26 ગામો પૈકી 23 ગામોમાં હાલ ચૂંટણી યોજાવાની છે. તે ગામો જો સમરસ થશે. તો પોતે 1 લાખની સહાય આપશે. આ જાહેરાત અંતર્ગત 23 પૈકી 13 ગામો વાઘપર, પીલુડી, ભરતનગર, હરીપર(કેરાળા), રવાપર(નદી), સોખડા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, કૃષ્ણનગર, ભક્તિનગર, જૂના સાદુળકા, શક્તિનગર ગામ અજય લોરીયાના સક્રિય પ્રયાસોથી સમરસ થયેલ છે . આથી અજય લોરીયા દ્વારા આ ગામોમાં જે વિકાસના કાર્યો કરવા હશે. તેના માટે 1-1 લાખ અપાશે અને હજુ પણ વધુ ગામ સમરસ થાય એના માટેના પ્રયત્નો કરાઈ રહ્યા છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/