ગતરાત્રીના સમયે કોઈ ભારે વાહને પ્રવેશબંધી હોવા છતાં નીકળવાની કોશિશ કરતા લોખંડની મજુબત એન્ગલ તૂટી ગયેલ
મોરબી : હાલ મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી માટેની લોખંડની મજબૂત એન્ગલ ગતરાત્રે કોઈ અજાણ્યા ભારે વાહનની ટક્કરથી તૂટી ગઈ હતી. જો કે ગતરાત્રીના સમયે કોઈ ભારે વાહને પ્રવેશબંધી હોવા છતાં નીકળવાની કોશિશ કરતા લોખંડની મજુબત એન્ગલ તૂટી ગઈ છે.
મોરબી શહેરથી સામાકાંઠે અવરજવર માટેના બન્ને પુલ નીચે એક બેઠોપુલ બનાવવામાં આવ્યો છે. જો કે આ બેઠાપુલ ઉપર ટ્રાફિક વધી જતાં ટ્રાફિક સમસ્યા નિવરાવવા માટે બેઠાપુલની બન્ને તરફ ભારે વાહનની પ્રવેશબંધી માટે લોખંડની મજબૂત એન્ગલ મુકવામાં આવી છે. ત્યારે ગતરાત્રીના સમયે એક ભારે વાહન પ્રવેશબંધીની એસીતેસી કરીને ઝડપભેર બેઠપુલ ઉપર નીકળવાની કોશિશ કરી હતી.
આ ભારે વાહનની પુરપાટ ઝડપ હોવાથી ભારે વાહન બેઠાપુલની લોખંડની એન્ગલ સાથે ટકરતાંની સાથે આ મજબૂત એન્ગલની બે કટકા થઈ ગયા હતા. જેમાં લોખડની એન્ગલનો એક કટકો નીચે પડ્યો હતો અને બીજો કટકો લટકી રહ્યો છે. આ લોખડનો કટકો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ભારે વાહને ગેરકાયદે ઘૂસવાની કોશિશ કરતા આ આવડી મોટી લોખંડની મજબૂત એન્ગલ તૂટી ગઈ હતી. જેથી, વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide